Site icon hindtv.in

ફાફડા-જલેબીની વધતી માંગ વચ્ચે આરોગ્ય વિભાગની તપાસ

ફાફડા-જલેબીની વધતી માંગ વચ્ચે આરોગ્ય વિભાગની તપાસ
Spread the love

ફાફડા-જલેબીની વધતી માંગ વચ્ચે આરોગ્ય વિભાગની તપાસ
વિવિધ વિક્રેતાઓને ત્યાં ખાદ્ય ચીજવસ્તુઓની ચકાસણી
ફાફડા અને જલેબીના નમૂના કાચની બરણીમાં એકત્ર કરાયા
નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા

દશેરાના પર્વ પહેલાં સુરતનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યો હોય તેમ ફાફડા અને જલેબીની વધતી માંગને ધ્યાનમાં રાખીને વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ફાફડા અને જલેબીના નમૂના કાચની બરણીમાં એકત્ર કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

દશેરાના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરત આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તહેવાર દરમિયાન ફાફડા અને જલેબીની મોટા પ્રમાણમાં ખરીદી થતી હોય છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ફાફડા અને જલેબીના નમૂનાઓ કાચની બરણીમાં એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નમૂનાઓને ગુણવત્તાની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હવે સવાલ એ છે કે તહેવારના આ ખાણીપીણીના નમૂનાઓ લેબોરેટરીની તપાસમાં કેવા ઉતરે છે? જોકે, લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ જ તેની ગુણવત્તા અંગે હકીકત સામે આવશે.

Exit mobile version