સુરતમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયુ
સુરત શહેર પોલીસ દ્વારા કેમ્પનું આયોજન કરાયુ
૬૦૦૦ થી વધુ પોલીસ જવાનોનો ચેકઅપ યોજાયો
પોલીસ જવાનોના તમામ રીપોર્ટ કરાવવામાં આવી રહ્યા
સુરત શહેર પોલીસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ જવાનોના તમામ રીપોર્ટ કરાવવામાં આવી રહ્યા છે.
આ અંગે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંગ ગહેલોતે જણાવ્યું હતું કે , સુરત શહેર પોલીસ દ્વારા આજે પોલીસ જવાનો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે. જવાનોની હેલ્થ ફીટ રહે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે . આહેલ્થ ચેકઅપ કેમ્પમાં પોલીસ જવાનોની આંખનું ચેકઅપ, હાર્ટચેકઅપ , બ્લડ પ્રેસર ચેકઅપ , ડાયાબીટીસ ચેકઅપ સહીતના ચેક કરવામાં આવે છે. ૬૦૦૦ થી વધુ પોલીસ જવાનોનો ચેકઅપ યોજાયો છે. આગામી ત્રણ દિવસ સુરતના અઠવાલાઈન્સ પોલીસ મથકમાં પોલીસ જવાનોનું ચેકઅપ કરવામાં આવશે.
