Site icon hindtv.in

હરિયાણાના આપના પૂર્વ અધ્યક્ષના ગંભીર આક્ષેપ.

હરિયાણાના આપના પૂર્વ અધ્યક્ષના ગંભીર આક્ષેપ.
Spread the love

હરિયાણાના આપના પૂર્વ અધ્યક્ષના ગંભીર આક્ષેપ.
કેજરીવાલના ઘરમાં રાઘવ ચઢ્ઢાને મરઘો બનાવ્યા
4 લોકોએ માર માર્યો, રડતા રહ્યા પણ કોઈએ સાથ ન આપ્યો

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ વિવાદ વધી રહ્યો છે. હરિયાણામાંથી આપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નવીન જયહિંદે આપ નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. જયહિંદે વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે રાઘવ ચઢ્ઢાને દિલ્હીમાં કેજરીવાલના શીશમહેલમાં બોલાવીને ‘મરઘો’ બનાવીને માર મારવામાં આવ્યો હતો. 4 નેતાઓની સામે તેમની સાથે મારપીટ થઈ હતી.

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ હરિયાણામાંથી AAPના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નવીન જયહિંદે કહ્યું કે મારપીટમાં રાઘવની આંખ પર ઈજા થઈ હતી. આ ઈજાની સારવાર કરાવવા માટે જ રાઘવ ઈંગ્લેન્ડ ગયા હતા. લોકોને લાગ્યું કે રાઘવ હનીમૂન મનાવવા માટે ઈંગ્લેન્ડ ગયા છે. રાઘવે જાહેરમાં બધા ખુલાસા કરવા જોઈએ. બીજી તરફ, રાઘવ ચઢ્ઢાએ પણ ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ શુક્રવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે મને ચૂપ કરાવવામાં આવ્યો છે, પરંતુ હું હાર્યો નથી. આમ આદમીને આ મારો મેસેજ છે.

નવીન જયહિંદે 2 મિનિટનો વીડિયો જાહેર કર્યો. તેની શરૂઆતમાં કહ્યું કે રાઘવ ચઢ્ઢા માલદાર અને રાજદાર છે. રાઘવ એ પણ જણાવે કે તેમને અરવિંદ કેજરીવાલના શીશમહેલમાં બોલાવીને મરઘો બનાવીને મારવામાં આવ્યા હતા. તે આ વાત લોકોને કેમ નથી કહી રહ્યા ? બધાને જણાવો કે તે ચાર લોકો કોણ હતા જે ત્યાં બેઠા હતા જ્યારે તમને મારવામાં આવ્યા. તમારી પાસેથી એક લેણદેણના મામલામાં પૂછપરછ કરવામાં આવી હતી. તમે રડતા રહ્યા અને ત્યાં કોઈએ પણ તમારો સાથ ન આપ્યો. રોહતકના રહેવાસી નવીન જયહિંદ વર્ષ 2011માં અન્ના હઝારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સાથે જોડાયા હતા. જ્યારે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવી, ત્યારે નવીન જયહિંદ તેના સ્થાપક સભ્યોમાંથી એક હતા. તેમને હરિયાણામાં પાર્ટીને ઊભી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અન્ના હઝારેના આંદોલન દરમિયાન જ તેમની મુલાકાત સ્વાતિ માલીવાલ સાથે થઈ અને 23 જાન્યુઆરી 2013ના રોજ બંનેએ લગ્ન કરી લીધા. ફેબ્રુઆરી 2020માં તેમના સ્વાતિ માલીવાલ સાથે છૂટાછેડા થઈ ગયા. 2022માં જયહિંદે પોતાને પાર્ટીથી અલગ કરી લીધા. તેમણે કહ્યું કે હવે તેમનું રાજકારણથી મન ભરાઈ ગયું છે. આ પછી તેમણે જયહિંદ સેના નામનું એક સંગઠન બનાવ્યું. હાલમાં તેઓ એક સામાજિક કાર્યકર તરીકે એક્ટિવ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version