Site icon hindtv.in

લગ્નનોંધણી સુધારા નિયમો અંગે હર્ષ સંઘવીનું નિવેદન

લગ્નનોંધણી સુધારા નિયમો અંગે હર્ષ સંઘવીનું નિવેદન
Spread the love

લગ્નનોંધણી સુધારા નિયમો અંગે હર્ષ સંઘવીનું નિવેદન
“દીકરીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે છળકપટ કરનારને શોધી કાઢશે”
“લવ જેહાદના નામે ખેલ થાય છે

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લગ્ન નોંધણીના નવા નિયમો માટે સુધારણા બિલ રજૂ કરશે, જેમાં માતા-પિતાની પરવાનગી ફરજિયાત બનાવવામાં આવશે. નવા નિયમોના સુધારા માટેના વાંધા-સૂચનો 30 દિવસ સુધી લેવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઈ આવતો મુદ્દો લગ્ન નોંધણીના નવા નિયમો અંગે હાલ સરકાર તરફથી સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. વિવિધ સમાજના આગેવાનોની માંગ બાદ આજે વિધાનસભા ગૃહમાં લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરી આ અંગેના નવા નિયમો લાગુ કરવા માટે સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુધારણા બિલ રજૂ કરશે. જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રી ગૃહમાં આ જાહેરાત કરશે. વર-વધૂએ માતા-પિતાના નીચે દર્શાવેલ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. 1. માતા/પિતાનું આધાર કાર્ડ; 2. પિતાનું પૂરું નામ; 3. પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે; 4. પિતાનો મોબાઇલ નંબર; 5. માતાનું પૂરું નામ; 6. માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે; 7. માતાના મોબાઇલ નંબર

પ્રાપ્ત માહિતી અનુસાર, આ નિયમ લાગુ થયા બાદ ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સમાવિષ્ટ લગ્ન નોંધણી કાયદામાં સુધારો થશે. આ નવા નિયમોના સુધારા માટેના વાંધા સૂચનો 30 દિવસ સુધી લેવામાં આવશે. યોગ્ય વાંધાઓ અને સૂચનો હશે, તેમાં સુધારો કરવામાં આવશે. સાથે જ લગ્નની નોંધણીમાં માતા-પિતાની પરવાનગી ફરજિયાત બનાવવામાં આવશે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version