સુરત શહેરમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી કરાઈ
અટલ આશ્રમમાં પણ ગુરૂપુર્ણિમાના દિવસની ઉજવણી કરાઈ
ઉજવણીને લઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
શિષ્યોએ ગુરુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતાં
આજે ગુરૂપુર્ણિમા ની સુરત શહેરમાં ઉજવણી કરાઈ હતી. તો સુરતના પાલ ખાતે આવેલ અટલ આશ્રમમાં પણ ગુરૂપુર્ણિમાના દિવસની ઉજવણીને લઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતાં.
ગુરુ-શિષ્ય પરંપરા ભારતમાં કેટલાય વર્ષોથી અવિરત પણે ચાલી આવી છે. આપણી સંસ્કૃતિમાં સૌથી મહત્વનું પાસું ગુરુ-શિષ્ય પરંપરા છે. ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો પોત પોતાના ગુરુના સાનિધ્યમાં પૂજા અર્ચના કરે છે. ત્યારે સુરતમાં પાલ અટલ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. આશ્રમ ખાતે ભજન અને ભોજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો તો મોટી સંખ્યામાં ભક્તો પાલ અટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના અવસરે ઉમટ્યા હતા. અને શિષ્યોએ ગુરુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતાં.

