ખાડી દેશોમાં શરૂ થયેલા યુદ્ધની સ્થિતિમાં ગુજરાતીઓ ફસાયા
સુરતના સાંસદે વિદેશ મંત્રીનો સંપર્ક સાધી પત્ર લખ્યો
એમ્બેસીને સક્રિય કરવા વિનંતી કરી
ખાડી દેશોમાં શરૂ થયેલા યુદ્ધની સ્થિતિ વચ્ચે સુરત અને ગુજરાતના ત્યાં ફસાયેલા લોકોની સ્થિતિ અંગે સુરતના સાંસદે વિદેશ મંત્રીનો સંપર્ક સાધી પત્ર લખ્યો હતો.
ખાડી દેશોમાં હાલ ઈરાન સાથે ઈઝરાયેલ અને અમેરિકાનો યુદ્ધ શરૂ થયો છે. ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે સુરતીઓ અને ગુજરાતઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેને લઈ સુરત અને ગુજરાતના લોકોની ગંભીર સ્થિતિને જોતા સાંસદ મુકેશ દલાલે તાત્કાલિક અસરથી વિદેશ મંત્રી એસ. જયશંકરનો સંપર્ક સાધ્યો હતો. અને તેમણે ઈમેલ દ્વારા લેખિત રજૂઆત કરી હતી. સુરત અને ગુજરાતના અનેક નાગરિકો હાલ દુબઈ અને જ્યોર્જિયામાં ફસાયેલા છે. આ લોકો પોતાની સલામતીને લઈને ખૂબ જ ચિંતિત છે. જેથી મુકેશ દલાલે ભારત સરકારને આ બાબતમાં તાકીદે હસ્તક્ષેપ કરવા અને ત્યાંની એમ્બેસીને સક્રિય કરવા વિનંતી કરી હતી.

