Site icon hindtv.in

દેશભરમાં આપઘાતના વધી રહેલા બનાવો રોકવા ગુજરાતી ફિલ્મ કોલ 104

દેશભરમાં આપઘાતના વધી રહેલા બનાવો રોકવા ગુજરાતી ફિલ્મ કોલ 104
Spread the love

દેશભરમાં આપઘાતના વધી રહેલા બનાવો રોકવા ગુજરાતી ફિલ્મ કોલ 104
પોલીસની હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરી આપઘાત કરતા અટકે
ફિલ્મ કોલ 104 રિલિઝ થતા પ્રોડ્યુસરે મીડિયા સાથે વાત કરી

દેશભરમાં આપઘાતના વધી રહેલા બનાવો રોકવા અને લોકો પોલીસની હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરી આપઘાત કરતા અટકે તે માટે બનાવાયેલી ફિલ્મ કોલ 104 રિલિઝ થઈ હતી તો આ અંગે પ્રોડ્યુસરે મીડિયા સાથે વાત કરી હતી.

સુરત સહિત રાજ્યમાં અને દેશભરમાં રોજેરોજ આપઘાતના કિસ્સાઓ સામે આવે છે. રોજ સવારે મીડિયામાં ચારથી પાંચ જેટલા આપઘાતના બનાવો બનતા જોઈ રાજુ પટેલ નામના ફિલ્મ પ્રોડ્યુસર દ્વારા લોકોને જાગૃત્ત કરવા અને આપઘાતના બનાવો અટકાવવા ફિલ્મ કોલ 104 બનાવી નાંખી છે. લોકોને કોઈ પણ સમસ્યા થાય ત્યારે 100 અને 108 હેલ્પ લાઈન નંબર ડાયર કરી દે છે પરંતુ સરકાર દ્વારા આપઘાત રોકવા શરૂ કરાયેલી 104 હેલ્પ લાઈન હજુ પણ લોકો સુધી પહોંચી નથી ત્યારે વધતા આપઘાતના બનાવોને અટકાવવા માટે નાના બાળકોથી લઈ વડીલો સુધી અને શાળા કોલેજોમાં પહોંચાડવા માટે ફિલ્મ કોલ 104 બનાવાઈ છે. જે ફિલ્મ રિલિઝ થઈ ત્યારે ફિલ્મના પ્રોડ્યુસર રાજુ પટેલએમીડિયા સાથે વાત કરી હતી સાંભળો શુ કહી રહ્યુ છે ફિલ્મ પ્રોડ્યુસર રાજુ પટેલ.

Exit mobile version