ગુજરાત માથે 3 સિસ્ટમનું મંડાણ!
આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી.
આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ.
હવામાન વિભાગે ગુજરાત માટે આગામી સાત દિવસની વરસાદની આગાહી જાહેર કરી છે. જે મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે, પરંતુ 12 જુલાઈ બાદ ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેથી માછીમારો અને દરિયાકિનારે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 94% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે આગામી 6 વાગ્યા સુધી અમરેલી-ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ અને 26 જિલ્લામાં યલો એલર્ટ આપનામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જ્યારે 40થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે રજૂ કરેલા જુલાઇ મહિનાના પૂર્વાનુમાન મુજબ, દેશમાં 106%થી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઇનું પૂર્વાનુમાન જોઇ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે. આગામી 17 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. 18 જુલાઇ બાદ દ. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે. બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા છે.,..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

