Site icon hindtv.in

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરત જિલ્લાના પ્રવાસે

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરત જિલ્લાના પ્રવાસે
Spread the love

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરત જિલ્લાના પ્રવાસે
વસરાઈ ગામે બુથ સમિતિ કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યાં
કોંગ્રેસ માત્ર ભ્રષ્ટાચારી અને કમિશનખોરોનો પર્યાય

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે સુરત જિલ્લા ના પ્રવાસે હતાં. મહુવા તાલુકાના વસરાઈ ગામે બુથ સમિતિ કાર્યકર્તા સંમેલનમાં હાજર રહ્યાં હતાં.

આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સુરત જિલ્લાના પ્રવાસે આવ્યાં હતાં. જ્યાં જિલ્લા ના મહુવા વિધાનસભા માં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત કરવાના હેતુથી મહુવા વિધાનસભા હેઠળ આવતા વસરાઈ મુકામે એક વિશાળ ‘બુથ સમિતિ કાર્યકર્તા સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપ અધ્યક્ષે વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

પ્રદેશ ભાજપ પ્રમુખે કોંગ્રેસ માત્ર ભ્રષ્ટાચારી અને કમિશનખોરોનો પર્યાય બની ગયો છે. સત્તામાં ન હોવા છતાં વિપક્ષ જે રીતે પ્રજાને ગુમરાહ કરી રહ્યો છે, તેની તેમણે આકરી ટીકા કરી હતી. તાજેતરમાં ઉભી થયેલી ગેસ સિલિન્ડર અંગે લાઈનો લાગી છે એ હકીકત છે. એ બાબતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એમાં પણ વિપક્ષ ને દોષિત માની રાજનીતિક નિવેદન કર્યું હતું. સિલિન્ડર અછત અંગે ચાલી રહેલી રાજનીતિ પર આધારિતછે….

Exit mobile version