Site icon hindtv.in

ગુજરાત જાહેર સેવા આયોગની રાજ્યભરમાં પરીક્ષા

ગુજરાત જાહેર સેવા આયોગની રાજ્યભરમાં પરીક્ષા
Spread the love

ગુજરાત જાહેર સેવા આયોગની રાજ્યભરમાં પરીક્ષા
સુરત શહેરમાં પણ હજારો ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા
પારદર્શક અને શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા

ગુજરાત જાહેર સેવા આયોગની જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષા આજે રાજ્યભરમાં યોજાઈ રહી છે. સુરત શહેરમાં પણ હજારો ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા, જ્યાં પારદર્શક અને શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આજે જીપીએસસી પ્રિલિમનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં કુલ 7,103 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા માટે શહેરની 30 શાળાઓમાં 296 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે તમામ કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફ્લાઇંગ સ્ક્વોડ અને નિરીક્ષકોની ટીમો પણ સતત દેખરેખ રાખી રહી છે. ઉમેદવારો અને તેમના વાલીઓમાં પરીક્ષાને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.

Exit mobile version