ગુજરાત પોલીસને મળ્યું ટેકનોલોજીથી સજ્જ ‘અભિરક્ષક’ રેસ્ક્યુ વાહન
2થી વધુ અદ્યતન રેસ્ક્યુ ટૂલ્સથી સજ્જ
મેટલ કટર, ગ્લાસ કટર, ઓક્સિજન બોટલ, વીંચ, જનરેટર સહિતના સાધનો
ગંભીર અકસ્માતોમાં ‘ગોલ્ડન અવર્સ’માં જીવ બચાવશે ‘અભિરક્ષક’
ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’: આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશ્યલ પર્પઝ વિહિકલ ગંભીર માર્ગ અકસ્માતો સર્જાય ત્યારે ‘ગોલ્ડન અવર્સ’માં ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવશે
ગુજરાત પોલીસનું ‘અભિરક્ષક’ વિહિકલ ખાસ અદ્યતન રેસ્ક્યુ ટૂલ્સ સાથે સુસજ્જ આ એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યૂ વિહિકલ ‘અભિરક્ષક’ને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરાયા* આ આધુનિક વાહનમાં મેટલ કટર, ગ્લાસ કટર, બોલ્ટ કટર, ટેલિસ્કોપિક લેડર, સ્ટ્રેચર, જનરેટર, હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીંચ અને ઓક્સિજન બોટલ સહિત ૩૨થી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ આ જ પ્રકારે એક પછી એક મહત્વના નિર્ણયો લઈને ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ: મંત્રી શ્રી હર્ષ સંઘવી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, આ જ પ્રકારે એક પછી એક મહત્વના નિર્ણયો લઈને નાગરિકોના હિતમાં ઉપયોગી નીવડે તેવા ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ
