Site icon hindtv.in

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ 5 મી વખત બજેટ રજૂ કર્યું

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ 5 મી વખત બજેટ રજૂ કર્યું
Spread the love

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ 5 મી વખત બજેટ રજૂ કર્યું
100 કરોડના આધુનિક લાઈબ્રેરી સ્થાપવામાં આવશે
50 કરોડના રોકાણથી 120 મીની જીઆઈડીસી બનાવવામાં આવશે

ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-27 માટેનું રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું. આ બજેટમાં GYAN મોડેલ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ માટે ઘણી જોગવાઈ કરવામાં આવી છે.

નાણામંત્રી કનુ દેસાઈએ બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના) માટે 3472 કરોડની ફાળવણી કરી. તેમણે જણાવ્યું કે ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)’ યોજના હેઠળ 2 કરોડ 72 લાખથી વધુ લોકોનો સમાવેશ કરાયો છે. જેમાં 68 લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે.’ બજેટમાં આવાસ યોજના, આંગણવાડી કેન્દ્રો તથા 5 નવી GIDC બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત બજેટમાં નારીશક્તિ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.

નાણાં મંત્ર કનુભાઈ દેસાઈએ નાણાં મંત્રી તરીકે સતત પાંચમી વખત ગૃહમાં બજેટ રજૂ કર્યું છે. નોંધનીય છે કે, ગત વર્ષ 2025-26 માટે રાજ્યનું બજેટ 3.70 લાખ કરોડ રૂપિયાનું હતું. કનુભાઈ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને તેમની પ્રશાસકીય અનુભૂતિ અને સરકારના વિશ્વાસને દર્શાવે છે. બજેટ માત્ર આંકડાઓનો દસ્તાવેજ નથી, પરંતુ રાજ્યના આવનારા વર્ષના વિકાસનો રોડમૅપ પણ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version