Site icon hindtv.in

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મા અંબાના દર્શન કર્યા

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મા અંબાના દર્શન કર્યા
Spread the love

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મા અંબાના દર્શન કર્યા
અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કર્યું
સરકારનો કોઈ પણ જગ્યાએ અંકુશ નથી

 

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે (20 જુલાઇ) બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરે દર્શન કરીને પોતાના કાર્યકાળનો શુભારંભ કર્યો છે. અમિત ચાવડાએ આજે અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા બાદ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને જનતાની હાલાકીના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો.

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વ્યાપેલા ભ્રષ્ટાચાર પર નિશાન સાધ્યું. તેમણે આરોપ લગાવ્યો કે, ગુજરાતમાં જે દૂધ મંડળીઓ અને ડેરીઓ છે એમાં જે ભ્રષ્ટાચાર સૌથી વધારે હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં છે. પશુપાલકોના દૂધના રૂપિયામાંથી ભ્રષ્ટાચાર થાય છે, લૂંટ ચલાવાય છે, ઉત્સવો અને તાયફાઓ થાય છે. જમીન સંપાદનના મુદ્દે પણ તેમણે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે ઉમેર્યું કે, કોઈપણ પ્રોજેક્ટ બનવા પહેલાં ભાજપના મળતિયાઓને ખબર હોય છે અહીંયાથી રોડ નીકળવાનો છે, ત્યારે તે ખેડૂતોની જમીન સસ્તા ભાવે ખરીદી લે છે. તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સરદાર પટેલ અને મોરારજી દેસાઈ અંગે કરાયેલા નિવેદન પર પણ અમિત ચાવડાએ વળતો પ્રહાર કર્યો

અમિત ચાવડાએ દાવો કર્યો કે, જમીન સંપાદનમાં તપાસ થાય તો ફક્ત બનાસકાંઠા જિલ્લામાંથી 500 કરોડનો કૌભાંડ બહાર આવે. અમિત ચાવડાએ ભાજપના શાસનને ‘નવા અંગ્રેજોનું શાસન’ ગણાવ્યું. તેમણે કહ્યું કે, ગુજરાતની સાત કરોડની જનતા મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ચૂકી છે. ભાજપના રાજમાં ભ્રષ્ટાચારને લઈને બ્રિજ તૂટી રહ્યા છે અને નિર્દોષ લોકોની જાન જઈ રહી છે. માસૂમ દીકરીઓ, વિદ્યાર્થીઓ સહિત વ્યાપારીઓ તમામ લોકો હેરાન થઈ રહ્યા છે. મંદિરમાં દર્શન દરમિયાન કેટલાક ભક્તોએ તેમની સાથે ફોટો પડાવતી વખતે “ગુજરાત પરિવર્તન માંગે છે” તેમ કહ્યું હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ગુર્જાત

Exit mobile version