Site icon hindtv.in

ગુજરાત એટીએસએ કચ્છના દરિયામાંથી 200 કરોડના ડ્રગ્સ ઝડપ્યા.

ગુજરાત એટીએસએ કચ્છના દરિયામાંથી 200 કરોડના ડ્રગ્સ ઝડપ્યા.
Spread the love

ગુજરાત એટીએસએ કચ્છના દરિયામાંથી 200 કરોડના ડ્રગ્સ ઝડપ્યા.
દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનું મોટું ષડયંત્ર નિષ્ફળ.
ડીજીપી એ કહ્યું 2 શંકાસ્પદોને પોલીસે ઝડપી પાડ્યા

ગુજરાતના દરિયાઈ જળમાર્ગનો વધુ એકવાર ડ્રગ્સ ઘુસાડવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે, ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસએ ડ્રગ્સ માફિયાઓનો પ્લાન ઉંધો વાળી દીધો છે.

ગુજરાતમાં મુંદ્રા તરફ આવી રહેલા ‘યુરોપ’નામના કાર્ગોશીપમાં કોકેઈનનો જથ્થો હોવાની બાતમીના આધારે ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરતા શીપ પરથી 118 કિલો કોકેઈન મળી આવ્યું છે. ATSએ કોકેઈન લાવી રહેલા એક અને દિલ્હીમાં જે ડિલિવરી લેવાના હતા તે બે શખસો મળીને કૂલ 3ને ઝડપી પાડ્યા છે. જ્યારે એક શખસ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મુંદ્રા સુધી પહોંચી ગયેલા કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો બ્રાઝીલથી લોડ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. બ્રાઝીલથી નીકળેલું આ શીપ ચાર દેશ ફરીને મુંદ્રા પોર્ટ પહોંચ્યું હતું. શીપમાંથી નાની બોટ મારફત આ જથ્થો બહાર કાઢી દિલ્હી ડિલિવરી થવાની હતી. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુંદ્રા તરફ આવી રહેલી ‘યુરોપ’નામના કાર્ગોશીપમાંથી 118 કિલો કોકેઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેની બજાર કિંમત અંદાજિત 1180 કરોડ રૂપિયા થવા જાય છે. ડીજીપીને સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધીની તપાસમાં દિલ્હીના દ્વારકામાં રહેતા બે વિદેશી નાગરિકોને આ જથ્થો ડિલિવર કરવાનો હતો. જેને ઝડપી પાડવામાં આવ્યા છે. દિલ્હીથી આ જથ્થો કોને અને ક્યાં સપ્લાય થવાનો હતો તેની તપાસ કરવા માટે જે આરોપીઓ ઝડપાયા છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગુજરાત ATS એ જ્યારે શીપ પર તપાસ કરી ત્યારે કોકેઈનના જથ્થા સાથે બે લોકો હતા. જેમાંથી જુમ્મા નાસીર ઓમાર નામનો એક આરોપી ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે એક વ્યકિત દરિયામાં કૂદી જતા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. કોકેઈનનો આ જથ્થો દિલ્હીના દ્વારકામાં રહેતા વિદેશી નાગરિકોને આપવાનો હોવાની વિગત સામે આવતા ATSએ દિલ્હીમાં રહેતા ક્લેવિન ચુકવામા અને બ્યારુહંગા જેમ્સને પણ ઝડપી પાડ્યા છે.આરોપીઓ પાસે ડ્રગ્સના કૂલ 6 પેક હતા જેમાંથી 5 મળી આવ્યા છે. જેથી એક પેક દરિયામાં ફેંકી દીધું હોવાની આશંકા હોય તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી એક સેટેલાઈટ ફોન અને એક એપલનું ટેબ પણ કબજે કરવામાં આવ્યું છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version