Site icon hindtv.in

ગુજરાત ATS એ ISIS ના 3 આતંકીઓ ઝડપી લીધા.

ગુજરાત ATS એ ISIS ના 3 આતંકીઓ ઝડપી લીધા.
Spread the love

ગુજરાત ATS એ ISIS ના 3 આતંકીઓ ઝડપી લીધા.
દેશમાં અનેક સ્થળો પર કરવાના હતા હુમલા.
હથિયાર એક્સ્ચેન્જ કરે તે પહેલા ઝડપાયા.

ગુજરાત એટીએસ એ 3 આતંકીઓને ઝડપ્યા છે જેમાં ISIS મોડયુઅલના આતંકીઓ ઝડપાયા છે, આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસે ઝડપી પાડયા છે અને ઝડપાયેલા આતંકીઓ છેલ્લા એક વર્ષથી એટીએસની રડારમાં હતા. પકડાયેલ આતંકી સૈયદે હૈદરાબાદમાં રહેતા અન્ય બે આરોપીઓ આઝાદ અને સોહિલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી વસ્તુઓ મેળવી હતી અને તે હૈદરાબાદ પરત જઈને સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરી તેનો ઉપયોગ ખાવામાં ભેળવીને કરવામાં આવે તેમ હતો.

ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું કે, એક આતંકી હૈદરાબાદનો છે અને તે કાર મારફતે બાય રોડ ગાંધીનગર પહોંચ્યો હતો અને આતંકી અહેમદ મોહિઉદ્દીન સૈયદ MBBS ડોક્ટર છે અને આતંકી અહેમદ સૈયદે ચાઈનાથી MBBS કરેલું છે, ડો. અહેમદ પોતે હૈદ્રાબાદનો જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને યુપીના રહેવાસી છે. ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની, મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન, આઝાદ સુલેમાન સૈફીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કામ પતાવીને હૈદરાબાદ જવાની ફિરાકમાં હતા પણ તે પહેલા તેમને ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી 3 પિસ્ટલ અને 30 કારતૂસ કબ્જે કરાયા છે, શુક્રવારે અડાલજ પાસેથી એક શખ્સ ઝડપાયો હતો અને તેના આધારે આખી લિંક ઝડપાઈ છે. છેલ્લા એક વર્ષથી આતંકીઓ ATSની રડાર પર હતા અને હથિયારો આપવા માટે ગુજરાત આવ્યા હતા અને અલગ અલગ આતંકી મોડયુઅલ સાથે સંકળાયેલા છે આતંકીઓ, તો ગાંધીનગરથી એક આતંકી ઝડપાયો હતો અને તેની પૂછપરછ કરતા અન્ય 2 આતંકીઓ પણ બનાસકાંઠાથી મળી આવ્યા હતા.

ભારતમાં આતંકી પ્રવૃતિ માટે ફંડ એકઠુ કરતા હતા અને કારમાંથી એક પ્રવાહી પણ મળી આવ્યું છે, તો ફોનના આધારે 2 શકમંદોને ઝડપી લેવાયા છે, આતંકીઓ અત્યંત કટ્ટર હોવાની વાત તપાસમાં સામે આવી છે, 2 આતંકીઓને બનાસકાંઠાથી ઝડપી લેવામાં આવ્યા છે, ઝડપાયેલ 3 આતંકીઓમાંથી 2 યુપીના અને એક હૈદરાબાદનો રહેવાસી છે, આતંકીઓએ ભીડ વાળી જગ્યાએ રેકી કરી હતી, તો આરોપી સૈયદના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે, તો અન્ય 2 આતંકીઓને આજે કોર્ટમા રજૂ કરવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version