Site icon hindtv.in

ગુજરાત એસીબી એ મોટું ઓપરેશન કરતા લાંચિયા અશ્વિન ચૌધરીને પકડ્યો

ગુજરાત એસીબી એ મોટું ઓપરેશન કરતા લાંચિયા અશ્વિન ચૌધરીને પકડ્યો
Spread the love

ગુજરાત એસીબી એ મોટું ઓપરેશન કરતા લાંચિયા અશ્વિન ચૌધરીને પકડ્યો
વિદ્યુત નિરીક્ષકના ક્લાસ 1 અધિકારી અશ્વિન ચૌધરીની થઈ ધરપકડ.
અધિકારી એ.બી ચૌધરીની એસીબીએ 5 લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યો

ગુજરાતના ગાંધીનગરમાં એસીબીએ મોટું ઓપરેશન કરતા ક્લાસ-વન અધિકારી અશ્વિન ચૌધરી 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે. અશ્વિન ચૌધરી સોલાર પ્રોજેક્ટ્સની સેફ્ટી સર્ટિફિકેટ અને એનઓસી આપવા માટે સ્થળ તપાસ કર્યા વિના જ વેપારીઓ અને અરજદારો પાસેથી લાંચ મેળવતા હતા.

ગુજરાતમાં વિદ્યુત નિરીક્ષણ કચેરીના મુખ્ય વિદ્યુત નિરીક્ષક (વર્ગ-૧) અશ્વિન બી. ચૌધરીની સોલાર પેનલ પ્રોજેક્ટની એનઓસી આપવાના બદલામાં લાંચ લેતા પકડાયા છે. એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે ટ્રેપ ગોઠવીને તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમની સરકારી ગાડી અને ગાંધીનગર તેમજ સુરતના રહેણાંક મકાનોમાં દરોડા પાડીને મોટી માત્રામાં રોકડ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. ACB પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખોખરાને મળેલી બાતમી અનુસાર, અશ્વિન ચૌધરી સોલાર પ્રોજેક્ટ્સની સેફ્ટી સર્ટિફિકેટ અને એનઓસી આપવા માટે સ્થળ તપાસ કર્યા વિના જ વેપારીઓ અને અરજદારો પાસેથી લાંચ મેળવતા હતા. ઓફિસ સમય પૂરો થયા બાદ આ લાંચની રકમ તેઓ પોતાની સરકારી સફેદ સ્વીફ્ટ ડિઝાયર ગાડીમાં ઘરે લઈ જતા હતા.

મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝન હેઠળ ACBની ટીમે સરકારી વાહન પર નજર રાખી હતી. મોડી સાંજે જ્યારે અશ્વિન ચૌધરી ગાડીમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમની ગાડીને રોકી તપાસ કરવામાં આવી. ગાડીમાંથી રૂ. ૫,૫૧,૭૩૦ની રોકડ રકમ અને ગિફ્ટ વાઉચર્સ મળી આવ્યા. અધિકારી આ રકમનો સંતોષકારક હિસાબ આપી શક્યા નહીં. ત્યારબાદ તેમના ગાંધીનગર અને સુરતના રહેણાંક મકાનોમાં દરોડા પાડવામાં આવ્યા. તપાસમાં કુલ ૧, ૭૬, ૧૪, ૯૭૦ની રોકડ રકમ અને ૮૮, ૮૨, ૯૧૦ મૂલ્યના સોના-ચાંદીના દાગીના, લગડીઓ અને સિક્કાઓ મળી આવ્યા. ત્રણેય સ્થળેથી જપ્ત કુલ મુદ્દામાલની કિંમત ૨ ,૬૪, ૯૭,૮૮૦ થાય છે……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version