Site icon hindtv.in

વડોદરા ગોત્રી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી

વડોદરા ગોત્રી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી
Spread the love

વડોદરા ગોત્રી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી
દર્દીને એક્સપાયરી ડેટવાળી બાટલો ચડાવી દેવાતા પરિજનોનો હોબાળો
એક્સપાયર્ડ દવાને કારણે દર્દીનો જીવ જોખમમાં મુકાયો

વડોદરા શહેરમાં આવેલી ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં ફરી એક વખત મોટી બેદરકારી સામે આવી છે. જ્યાં દર્દીને એક્સપાયર્ડ પેરાસિટામોલ ઇન્ફ્યુઝનની બોટલ ચડાવી દેતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે.

વડોદરા શહેરની સરકારી ગોત્રી GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરી એક વખત ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીને એક્સપાયરી ડેટ પૂરી થયેલી પેરાસિટામોલ ઇન્ફ્યુઝનની 100 મિ.લિ.ની બોટલ ચડાવી દેવામાં આવી હોવાનું જાણવા મળતાં દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં જોરદાર હોબાળો મચાવ્યો છે. જે મામલે હાલ હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે. બોટલ ચડાવ્યા બાદ દર્દીની તબિયત અચાનક વધુ લથડી ગઈ હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. તેમનું કહેવું છે કે એક્સપાયર્ડ દવાને કારણે દર્દીનો જીવ જોખમમાં મુકાયો છે અને હાલત વધુ ગંભીર બની છે. જેથી આ ઘટના જાણ થતાંની સાથે જ દર્દીના સગાઓએ હોસ્પિટલના વોર્ડમાં જઈને ડોક્ટર્સ અને સ્ટાફ સામે રોષ ઠાલવ્યો હતો. “આવી બેદરકારીથી અમારા દર્દીનો જીવ જોખમમાં મૂકાયો છે, આની સખત સજા થવી જોઈએ” એમ પરિવારજનોએ ગુસ્સામાં કહ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ, સારવાર માટે દાખલ થયેલા દર્દીને પેરાસિટામોલ ઇન્ફ્યુઝનની બોટલ ચડાવવામાં આવી હતી. બાદમાં પરિવારજનોએ બોટલની એક્સપાયરી ડેટ તપાસી તો નવેમ્બર 2025માં જ તેની મુદત પૂરી થઈ ગયેલી જણાઈ હતી. બોટલની મેન્યુફેક્ચરિંગ ડેટ ડિસેમ્બર 2023 દર્શાવવામાં આવી હતી, જ્યારે એક્સપાયરી ડેટ નવેમ્બર 2025 હતી. જોકે હાલ ડિસેમ્બર 2025 ચાલી રહ્યો હોવાથી આ બોટલ સ્પષ્ટ રીતે એક્સપાયર્ડ ગણાય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version