Site icon hindtv.in

સુરતમાં ગણેશ વિસર્જન માટે ભવ્ય તૈયારીઓ

સુરતમાં ગણેશ વિસર્જન માટે ભવ્ય તૈયારીઓ
Spread the love

સુરતમાં ગણેશ વિસર્જન માટે ભવ્ય તૈયારીઓ
૮૧ હજાર પ્રતિમાઓનું થશે વિસર્જન
3 દરિયાકિનારે 14 ક્રેન ગોઠવાઈ

સુરતમાં ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા ગણેશ વિસર્જનને લઈ તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવાય હોવાનું સુરત પોલીસ કમિશનરે જણાવ્યુ હતું.

મુંબઈ બાદ સૌથી મોટા ગણેશોત્સવનુ સુરતમાં આયોજન કરાય છે. ત્યારે સુરતમાં બુધવાર ગણેશ ચતુર્થીથી ગણેશજીની સ્થાપના સાથે ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. 10 દિવસ ભક્તો બાપ્પાની આરાધના કરશે અને ત્યારબાદ 10 માં દિવસે શ્રીજીની પ્રતિમાઓનુ વિસર્જન કરાશે. સુરતમાં આ વખતે 21 જેટલા કૃત્રિમ તળાવો બનાવાયા છે અને 3 કુદરતિ ઓવારા એટલે કે હજીરા, ડુમસ સહિતના જગ્યાએ આશરે 81 હજાર જેટલી શ્રીજીની પ્રતિમાઓનુ વિસર્જન કરાનાર છે. તો સુરત પોલીસ કમિશનર, સાથે સ્પેશ્યલ પોલીસ કમિશનર, જોઈન્ટ સીપી, ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત 13 હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે એસઆરપીની કંપની, આરએએફની કંપનીઓ સહિત ખડેપગે બંદોબસ્તમાં તૈનાત રહેશે તો આ અંગે સુરત પોલીસ કમિશનરે વધુ માહિતી આપી હતી.

Exit mobile version