Site icon hindtv.in

સુરતમાં પ્રી-સ્કૂલની મોટી બેદરકારી!

સુરતમાં પ્રી-સ્કૂલની મોટી બેદરકારી!
Spread the love

સુરતમાં પ્રી-સ્કૂલની મોટી બેદરકારી!
અઢી વર્ષનું બાળક રસ્તા પર પહોંચી ગયું
પ્રિ-સ્કૂલની બેદરકારીના સીસીટીવી સામે આવ્યા
બાળક સાથે કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ ?

સુરતના ભટાર ખાતે આવેલી કિડ્સ પ્રિ સ્કુલની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં એકઅઢી વર્ષનુ બાળક પહેલા માળેથી નીચે ઉતરી ગયુ હતુ જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

સુરતના ભટારમાં આવેલી કિડ્સ પ્રિ-સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે. ચાલુ સ્કૂલમાંથી અઢી વર્ષનું બાળક પહેલા માળેથી નીચે રસ્તા ઉપર પહોંચી ગયું હતું. તો જાગૃત નાગરિકના ધ્યાનમાં આવતા બાળકને સ્કૂલમાં મોકલ્યું હતું. પ્રિ-સ્કૂલની બેદરકારીના સીસીટીવી પણ સામે આવ્યા છે અને ન કરે નારાયણ રસ્તા પર બાળક સાથે કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત તેવી ચર્ચા જોવા મળી હતી.

Exit mobile version