ભારત ભરમાંથી નિવૃત્ત સૈનિકો માટે મહાસન્માન કાર્યક્રમ
ભારત ભારતી દ્વારા ઐતિહાસિક અને રાષ્ટ્રીય કાર્યક્રમની જાહેરાત
સરદાર પટેલની 150 મી જન્મ જયંતી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
સુરતમાં ભારત ભારતી દ્વારા સરદાર પટેલની 150 મી જન્મ જયંતી અંતર્ગત ભારત ભર માંથી નિવૃત્ત સૈનિકોનો લાભ સમાજ ને મળે તે માટે મહાસન્માન કાર્યક્રમ યોજાયો હતો.
આજે સુરતમાં ભારત ભારતી દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં એક ઐતિહાસિક અને ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી. ભારત ભારતી દેશના ઇતિહાસમાં પ્રથમવાર 22 રાજ્યોમાંથી 200થી વધુ નિવૃત્ત સૈનિકોને સુરતમાં આમંત્રિત કરીને ત્રણ દિવસીય સન્માન મહોત્સવ યોજી રહ્યું છે. પત્રકાર પરિષદમાં ભારત ભારતીના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં મુખ્યત્વે ભારત ભારતી રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ વિણયજી પત્રાલે, રાષ્ટ્રીય સંઘટન મંત્રી જગન્નાથજી સ્વાઈ, શ્રી રુદ્રનારાયણજી તિવારી, ઉપપ્રમુખ ભારત ભારતી ગુજરાત અને પૂર્વ ઉપ મહાપોર ડૉ. રવિન્દ્ર પાટીલ, ગૌરાંગભાઈ ધનાણી, સુરેન્દ્રજી રાઉત સહિત તમામ આગેવાનો રાષ્ટ્રીય કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી આપી હતી.
