રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોમાં હાજરીના આધારે ગ્રાન્ટ
નવી હાજરી આધારિત ગ્રાન્ટ નીતિ જાહેર થતા સંચાલકોમાં રોષ..
શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મૂંઝવણમાં મુકાયો
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોમાં હાજરીના આધારે ગ્રાન્ટ કાપ નીતિ જાહેર કરી હતી. જે ઠરાવને લઈને સ્કૂલ સંચાલકો અને શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ મૂંઝવણમાં મુકાયો છે.
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોમાં હાજરીના આધારે ગ્રાન્ટ કાપ નીતિ જાહેર કરી હતી ઠરાવમાં ગ્રાન્ટ કાપ શેમાંથી કરવામાં આવશે, તેનો કોઈપણ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓની હાજરી ઓછી હોય તો નિભાવ ગ્રાન્ટ કપાશે કે પછી પગાર ગ્રાન્ટ તેનો ઠરાવમાં ઉલ્લેખ જ કરાયો નથી. તેમજ વિદ્યાર્થીઓની હાજરીના આધારે ગ્રાન્ટ કાપવાનો નિર્ણય કરાતા સંચાલકો રોષે ભરાયા છે. શિક્ષણ વિભાગ નિર્ણય પર એટલે નહિતર કડક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ આધારિત ગ્રાન્ટ આપવામાં આવતી હતી. પરંતુ જે બાદ શાળા સંચાલકોની રજૂઆત બાદ તે ઠરાવ રદ કરવામાં આવ્યો હતો. જો કે હવે શિક્ષણ વિભાગે હવે ઠરાવને લઈને નવો નિર્ણય કર્યો છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીને આધારે ગ્રાન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રાન્ટેડ શાળાઓમાં જો વિદ્યાર્થીઓની હાજરી ઓછી હશે તો ગ્રાન્ટ કાપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જેથી ગ્રાન્ટેડ શાળાઓની ગ્રાન્ટ કાપવાના નિર્ણયથી શાળા સંચાલકો રોષે ભરાયા છે. શાળા સંચાલકો શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની જવાબદારી વર્ગ શિક્ષક અને આચાર્યની ગણાવી રહ્યા છે. શાળા સંચાલકો કહે છે કે, અમે તો વર્ગમાં જતા જ નથી. વિદ્યાર્થીઓને શાળાએ આવે કે ન આવે તેનું ધ્યાન રાખવાની જવાબદારી અમારી હોતી નથી. તેના માટે આચાર્ય અને વર્ગ શિક્ષક રાખવામાં આવ્યા છે. જો વિદ્યાર્થીઓ શાળાએ ન આવે તો તેના ઘરે વર્ગ શિક્ષકે જવાનું હોય છે, જેથી ગ્રાન્ટ કાપવાના નિર્ણયને રદ કરવામાં આવે તેવી શાળા સંચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે. 100 ટકા ગ્રાન્ટ મળતી હોવાથી શિક્ષણ વિભાગના અધિકારીઓને તકલીફ થવા લાગી છે, જેથી આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

