Site icon hindtv.in

બારડોલીના સાંકરી ખાતે ભવ્ય રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ

બારડોલીના સાંકરી ખાતે ભવ્ય રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ
Spread the love

બારડોલીના સાંકરી ખાતે ભવ્ય રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ
વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવાઈ
1500 વિદ્યાર્થીઓને હેલ્મેટનું વિતરણ કરાયું
હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ

​સુરત ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી બારડોલી આરટીઓ (RTO) કચેરી દ્વારા સાંકરી ખાતે એક વિશેષ ‘રોડ સેફટી અવેરનેસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જાગૃતિ અભિયાનમાં ઉમરાખ કોલેજના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર જોડાયા હતા.મહાનુભાવોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રોડ સેફટી કમિશનર સતીશ પટેલ, સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગડીયા, બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ કુંવરજી હળપતિ સહિતના અનેક રાજકીય અને પ્રશાસનિક મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક નિયમો અને હેલ્મેટ-સીટબેલ્ટના ઉપયોગ પર ભાર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અને માર્ગ સુરક્ષાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. રસ્તા પર થતા અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે ટૂ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અને ફોર-વ્હીલરમાં સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સાથે જ દેશનું યુવાધન રોડ સેફટી અંગે સભાન અને જાગૃત બને તેવો મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો. ૧૫૦૦ હેલ્મેટનું મફત વિતરણ યુવાનોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કુલ ૧૫૦૦ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉદાત્ત કાર્ય માટે બારડોલીના દાતા મહેન્દ્ર પટેલ દ્વારા હેલ્મેટનું દાન આપવામાં આવ્યું હતું, જેમની આ પહેલને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી

Exit mobile version