Site icon hindtv.in

માંડવીમાં જન્માષ્ટમીની ભવ્ય રથયાત્રા

માંડવીમાં જન્માષ્ટમીની ભવ્ય રથયાત્રા
Spread the love

માંડવીમાં જન્માષ્ટમીની ભવ્ય રથયાત્રા
રણછોડરાયજી મંદિરેથી ભક્તિભાવ સાથે રથયાત્રા નીકળી
જન્માષ્ટમી પર્વે માંડવીમાં આસ્થાનો માહોલ

માંડવી તાપી મેઇન રોડ ખાતે આવેલ શ્રી રણછોડ રાયજીના મંદિરે થી જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે મહંત લોકનાથ જી તથા સાંસદ પ્રભુભાઈ વસાવા ની પેરક ઉપસ્થિતિમાં રથયાત્રા કઢાઈ.

માંડવી નગરમાં તાપી મેઇન રોડ ખાતે આવેલા વર્ષો પુરાણા શ્રી રણછોડરાયજીના મંદિરેથી જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે રણછોડ રાયજી મૂર્તિ મૂકી રથયાત્રા કાઢવામાં આવી હતી. માંડવી નગરમાં પ્રથમવાર આ રથયાત્રા ડીજેના સથવારે આનંદ ઉલ્લાસભેર કાઢવામાં આવી હતી આ રથ યાત્રાનું પ્રસ્થાન સાંસદ પ્રભુભાઈ વસાવા એ ટ્રેક્ટર ચલાવીને કરવામાં આવ્યું હતું જેમાં ભક્તો દ્વારા જય રણછોડ માખણ ચોર ના નારા લગાવી ભક્તિભાવ માહોલ નું સર્જન થવા પામ્યું હતું .માંડવી તાપી મેઇન રોડ થી વલ્લભવડ સુધી રથયાત્રા કરવામાં આવી હતી અને ત્યાંથી પરત પરત રણછોડરાયજી આવી પહોંચી હતી. આ રથયાત્રામાં પ્રભુભાઈ વસાવા ભાઈઓ બહેનો સાથે ગરબે પણ જુમ્યા હતા. રણછોડ રાય ના મંદિરે રથયાત્રાનું સમાપન કરવામાં હતું. જેમાં સમસ્ત હિંદુ સમાજના ભાઈઓ બહેનો જોડાઈને ધન્યતા અનુભવી હતી. અને રાત્રે 12:00 કલાકે શ્રી રણછોડ રાયજી ની પૂજા અર્ચના કરી આરતી ઉતારી હતી. અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી જયના નારા બોલાવી પ્રસાદની વહેંચણી કરવામાં આવી હતી. લોકો પ્રસાદી લઈને પાવન થયા હતા…

Exit mobile version