Site icon hindtv.in

સુરતના અડાજણ ખાતે સખીયા સ્કિન ક્લિનિક સર્કલનું ભવ્ય ઉદ્ઘાટન

સુરતના અડાજણ ખાતે સખીયા સ્કિન ક્લિનિક સર્કલનું ભવ્ય ઉદ્ઘાટન
Spread the love

સુરતના અડાજણ ખાતે સખીયા સ્કિન ક્લિનિક સર્કલનું ભવ્ય ઉદ્ઘાટન
ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં નાગરિકો અને મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
સખીયા સ્કિન ક્લિનિક દ્વારા આધુનિક ત્વચા સારવાર સેવાઓનો વધુ વિસ્તાર
હેલ્થકેર ક્ષેત્રે નવી સુવિધાઓ સાથે દર્દીઓને મળશે વધુ સારી સેવા

સુરતની નામાંકિત સખીયા સ્કિન ક્લિનિક દ્વારા સુરતમાં અડાજણ ખાતે સખીયા સ્કિન ક્લિનિક સર્કલ નો ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.

સુરતની નામાંકિત સખીયા સ્કિન ક્લિનિક દ્વારા સુરતના અડાજણ વિસ્તારમાં સખીયા સ્કિન ક્લિનિક સર્કલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવું ડેવલપ કરવામાં આવેલું સર્કલ સુરતના અડાજણ પાટિયામાં ગુજરાત ગેસ સર્કલની બાજુમાં, દીપા કોમ્પ્લેક્સ ખાતે સ્થિત છે તેમજ સુરત શહેરને એક લેંડમાર્ક તરીકે સમર્પિત કરાયુ હતું. આ પહેલ, સખીયા સ્કિન ક્લિનિકની સિવિક બ્યુટિફિકેશન, કોમ્યુનિટી ડેવલપમેન્ટ અને શહેરના જાહેર સ્થળોમાં સકારાત્મક યોગદાન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવા ક્લિનિક સર્કલનું ઉદ્ઘાટન સખીયા સ્કિન ક્લિનિકના સંસ્થાપક અને ચીફ ડર્મેટોલોજીસ્ટ ડો. જગદીશ સખીયા, સખીયા સ્કિન ક્લિનિકના સી.ઈ.ઓ. ડો. રૂપલ સખીયા અને સખીયા સ્કિન ક્લિનિકના ડિરેક્ટર દામજી રોયની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ પહેલ અંગે સખીયા સ્કિન ક્લિનિક ટીમે જણાવ્યું હતું કે, સુરત વિકાસ, સુંદરતા અને પ્રગતિનું શહેર છે. સખીયા સ્કિન ક્લિનિક સર્કલ દ્વારા અમે સુરતના લોકોને એક ખાસ લેંડમાર્ક સમર્પિત કરીને ગૌરવ અનુભવીએ છીએ. આ સર્કલ એ માત્ર એક જાહેર જગ્યા જ નથી, પરંતુ તે અનેક વર્ષોથી અમારી સફરને સહકાર અને સમર્થન આપનાર શહેર પ્રત્યેની અમારી કૃતજ્ઞતા દર્શાવે છે. સખીયા સ્કિન ક્લિનિક હંમેશા અર્થપૂર્ણ પહેલ દ્વારા સમાજમાં યોગદાન આપીને હેલ્થકેરથી આગળ વધવામાં વિશ્વાસ ધરાવે છે. સખીયા સ્કિન ક્લિનિક સર્કલનો વિકાસ, આ શહેરની ઓળખ, શહેરી સુંદરતા અને સમુદાયના ગૌરવને ટેકો આપવાની દિશામાં એક અન્ય પગલું છે. આ ગર્વની ક્ષણની ઉજવણી કરવા માટે, આ ઈવેન્ટમાં શહેરના અગ્રણીઓ, લીડર્સ, નાગરિકો, શુભેચ્છકો અને સખીયા સ્કિન ક્લિનિક ટીમના સભ્યો એકસાથે ભેગા થયા હતાં.

Exit mobile version