ભાવનગરના ફૂલસર ખારા વિસ્તારમાં ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન
ભવાનીપુરમ ખાતે ગણપતિ મહોત્સવમાં ભક્તો ઉમટ્યા
ગણેશોત્સવને લઈને ભવાનીપુરમમાં ભક્તિમય માહોલ
ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલા ખારા વિસ્તારમાં ભવાનીપુરમ ખાતે ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવને લઈને સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગણપતિ બાપ્પાના દર્શનનો લાભ લીધો હતો.
ભાવનગરના ફૂલસર વિસ્તારમાં આવેલા ખારા વિસ્તારના ભવાનીપુરમ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવ નિમિત્તે ભગવાન શ્રી ગણેશજીની સુંદર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવાનીપુરમના સ્થાનિક રહીશો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ ગણપતિ બાપ્પાના દર્શન કરી આરતી અને પૂજનમાં ભાગ લીધો હતો. ગણપતિ મહોત્સવને લઈને સમગ્ર ભવાનીપુરમ વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. આયોજકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા ઉત્સાહ અને શ્રદ્ધાભેર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી..

