મઢી સુગર ફેક્ટરીમાં રામનવમી નિમિત્તે ભવ્ય ઉજવણી
હનુમાનજી મંદિર ખાતે રામનવમીની દર વર્ષની જેમ ભવ્ય ઉજવણી
બારડોલી મઢી સુગર ફેક્ટરીમાં આવેલ મનોકામના પૂર્ણ હનુમાનજી મંદિર ખાતે રામનવમીની દર વર્ષની જેમ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
મઢી સુગર ફેક્ટરીમાં આવેલ મનોકામના પૂર્ણ હનુમાનજી મંદિર ખાતે રામનવમીની દર વર્ષની જેમ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે દર વર્ષની જેમ અખંડ રામધૂનના જાપ કરવા માટે અંકલેશ્વરથી ભક્તજનો પધાર્યા હતા. અખંડ રામધૂનથી મઢી સુગરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. દર વર્ષની જેમ મઢી સુગર સ્ટાફ સાંસ્કૃતિક ઉત્સવ મંડળ દ્વારા આ વર્ષે પણ રામનવમી ઉત્સવનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. શ્રી રામનવમીની સ્થાપના પૂજા, હોમ, હવન સંસ્થાના કર્મચારી સંજયભાઈ સી પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિત્તે મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨૦૦ થી વધારે ભાવિક ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

