Site icon hindtv.in

સુરતમાં પણ રાજ્યકક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી

સુરતમાં પણ રાજ્યકક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી
Spread the love

સુરતમાં પણ રાજ્યકક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી
રસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોગ દિવસ યોજાયો

આજે વિશ્વભરમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં પણ રાજ્યકક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાઈ, જેમાં હજારો યોગપ્રેમીઓએ ભાગ લીધો હતો.

સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, મેયર માયાબેન માવાણી તથા ધારાસભ્યો તેમજ વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ, મનપા કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી. યોગના મહત્ત્વને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં 4000થી વધુ લોકોએ ભાગ લઈને યોગાભ્યાસ કર્યો હતો. યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અને માનસિક શાંતિનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં તમામ ઉપસ્થિતોએ નિયમિત યોગ અપનાવવાનો સંકલ્પ લીધો હતો. વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને સમગ્ર વાતાવરણ યોગમય બન્યું હતું.

Exit mobile version