Site icon hindtv.in

સુરતમાં મહા શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી

સુરતમાં મહા શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી
Spread the love

સુરતમાં મહા શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી
મહા શિવરાત્રીએ ચાર પ્રહરની પુજાનુ વિશેષ મહત્વ
મહા શિવરાત્રીએ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

સુરતમાં મહા શિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ હતી. મહા શિવરાત્રીએ ચાર પ્રહરની પુજાનુ વિશેષ મહત્વ હોય છે ત્યારે મહા શિવરાત્રીએ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતાં.

આજે મહા શિવરાત્રીના પર્વ પર વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રવિવારના રોજ સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. તો સુરતના અટલ પાર્દેશ્વર મહાદેવ મંદિરે અને કતારગામ વિસ્તારમાં આવેલા કાંતારેશ્વર મહાદેવ ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું. અને હર હર મહાદેવના જયઘોષ સાથે મંદિરની પવિત્ર ભૂમિ શિવમય બની ગઈ હતી. વહેલી સવારથી ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા અને જળ, દૂધ તથા બિલિપત્રનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. તો સાથે ભાંગની પ્રસાદી લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Exit mobile version