Site icon hindtv.in

માંડવીમાં ‘કલરવ’ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી,

માંડવીમાં ‘કલરવ’ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી,
Spread the love

માંડવીમાં ‘કલરવ’ વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી,
શ્રી વી.એફ. ચૌધરી શાળામાં કલરવ ઉત્સવ,
પ્રફુલ્લુતા સેવા કર્મ ટ્રસ્ટ સંચાલિત શાળામાં ‘કલરવ’ મહોત્સવ યોજાયો
વિદ્યાર્થીઓના ઉત્સાહ સાથે કલરવ વાર્ષિક મહોત્સવ સંપન્ન

પ્રફુલ્લુતા સેવા કર્મ ટ્રસ્ટ વ્યારા સંચાલિત શ્રી વી એફ ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર શાળા દ્વારા કલરવ વાર્ષિક મહોત્સવ યોજાયો

શ્રી પ્રફુલ્લત્તા સેવા કર્મ ટ્રસ્ટ, વ્યારા સંચાલિત શ્રી વી.એફ.ચૌધરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તથા કંકુબા શિશુવિહાર અને હરિ ઓમ વિદ્યાવિહાર પ્રાથમિક શાળા માંડવી, ખાતે કલરવ વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય અતુલભાઈ બી. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું અને પ્રાસંગિક ઉદબોધન હરિઓમ વિદ્યાવિહાર પ્રાથમિક શાળા આચાર્ય ચતુરભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શ્રીમતી ગજરાબેન એ. ચૌધરી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ટ્રસ્ટીશ્રીઓ તેજસભાઈ એ. ચૌધરી, દિલીપભાઈ કે.ચૌધરી , નયનાબેન ચૌધરી, અલકાબેન ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટરશ્રી નાનસિંગભાઈ ચૌધરી આમંત્રિત મહેમાનો ઘનશ્યામભાઈ રાદડિયા , ધનસુખભાઈ ચૌધરી, ભૂતપૂર્વ આચાર્ય સિંગાભાઈ ચૌધરી ,તેમજ માંડવી તાલુકાના આચાર્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બાલવાટિકા થી લઈને ધોરણ 12 સુધીના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા હતા ત્યારબાદ કલરવ સાંસ્કૃતિક કાર્યક્રમ થયો હતો અને આ કાર્યક્રમના અંતે શાળાના સુપરવાઇઝર શ્રી સુરેશભાઈ ચૌધરી દ્વારા આભાર વિધિ કરી સફળતાપૂર્વક આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો..

Exit mobile version