અરવલ્લીમાં જલારામ બાપાની 226 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
રેલ્લાવાડા મંદિરે 11 લીટર દૂધથી અભિષેક
મંદિરે ભક્તિભાવ સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા
અરવલ્લી જિલ્લામાં આજે વીરપુરના સંત શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મેઘરજના રેલ્લાવાડા ગામ ખાતે આવેલા જલારામ મંદિરે ભક્તિભાવ સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
રેલ્લાવાડા ગામના જલારામ મંદિરે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. જલારામ બાપાની મૂર્તિ પર 11 લીટર દૂધ અને પંચામૃતનો અભિષેક કરી આરતી તથા ભજન કાર્યક્રમ યોજાયા હતા. આજના પાવન દિવસે અનેક ભક્તો પગપાળા પહોંચી પૂજન કર્યું હતું. મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી સંત જલારામ બાપાના આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં જલારામ બાપાના જયઘોષ અને ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો

