સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં વાર્ષિક રમતગમત દિવસની ભવ્ય ઉજવણી
ઉત્સાહ, ઉમંગ અને રમતિયાળ ભાવનાથી સિંઘાનિયા પબ્લિક સ્કૂલમાં રમતોત્સવ
તા. ૧૮ ડિસેમ્બર, ૨૦૨૫ સિંઘાનિયા પબ્લિક સ્કૂલ ખાતે તાજેતરમાં ‘વાર્ષિક રમતગમત દિવસ’ ની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને તેમનામાં ટીમ ભાવના કેળવાય તે હતો. ઉદ્ઘાટન સમારોહ: કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે ‘માર્ચ પાસ્ટ’ કરી સલામી આપી હતી. વિવિધ સ્પર્ધાઓ: મેદાન પર દોડ (૧૦૦ મીટર, ૨૦૦ મીટર), જેવી રોમાંચક સ્પર્ધાઓ યોજાઈ હતી. નાના બાળકો સાથે એમના મમ્મી પપ્પા એ પણ ભાગ લીધો હતો રમતો આકર્ષણનું કેન્દ્ર રહી હતી. સાંસ્કૃતિક પ્રદર્શન: રમતોની સાથે વિદ્યાર્થીઓએ યોગ અને પી.ટી. (P.T.) ના સુંદર કરતબો રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા. કાર્યક્રમના અંતે વિજેતા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સાથેજ શાળાના આચાર્યશ્રીએ અને મુખ્ય મહેમાન જે કે પેપર લિમિટેડ ના રાઘવેન્દ્ર હેબરજી એ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, “જીવનમાં હાર-જીત કરતા રમત રમવાની ભાવના વધુ મહત્વની છે.

