Site icon hindtv.in

માંડવી: જૂની પોલીસ લાઈન ખાતે સાઈ દીપ મંદિરના 26મા પાટોત્સવની ભવ્ય ઉજવણી

માંડવી: જૂની પોલીસ લાઈન ખાતે સાઈ દીપ મંદિરના 26મા પાટોત્સવની ભવ્ય ઉજવણી
Spread the love

માંડવી: જૂની પોલીસ લાઈન ખાતે સાઈ દીપ મંદિરના 26મા પાટોત્સવની ભવ્ય ઉજવણી
પાટોત્સવ નિમિત્તે ભક્તિભાવ પૂર્ણ માહોલમાં સાઈબાબાની શાનદાર પાલખીયાત્રા નીકળી
પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા, દર્શન અને પ્રસાદનો લાભ લીધો

માંડવી જુની પોલીસ લાઈન ખાતે સાઈ દીપ મંદિરનો 26 મો પાટોત્સવ ભક્તિભાવ માહોલમાં સાઈબાબા ની પાલખીયાત્રા શાનદાર રીતે કાઢવામાં આવી

આજરોજ માંડવી જુની પોલીસ લાઈન ખાતે આવેલ સાંઈદીપ મંદિરનો 26મો પાટોત્સવ ભક્તિભાવ માહોલ માં શાનદાર રીતે ઉજવાયો હતો સવારે હવન પૂજા શાસ્ત્રી સત્યેન મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને જૂની પોલીસ લાઈન ખાતે આવેલ સાંઈદીપ મંદિરેથી સવારે 11:00 કલાકે બાબાની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં બેન્ડવાજાના સથવારે શોભાયાત્રા ખૂબ જ આનંદ ઉલ્લાસ ભેર ભક્તિભાવ માહોલમાં નીકળી હતી. જેમાં ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો ખૂબ જ આનંદ ઉમંગપૂર્વક ગરબા ના તાલે જૂની ઊઠ્યા હતા અને ભક્તિભાવ માહોલનું સર્જન થયું હતું અને સાઈબાબાના જય નારા લગાવવામાં આવ્યા હતા.આ યાત્રા આખા નગરમાં ફેરવવામાં આવી હતી આ પ્રસંગે ભંડારા નું પણ સુંદર આયોજન કરાયું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન દીપકભાઈ વરસાડે તેમજ દાતાઓના સહયોગ થકી કરવામાં આવ્યું હતું. આ સાઈ મંદિર માંડવી તાલુકા તથા નગર માટે શ્રદ્ધા આસ્થા નું કેન્દ્ર સમાન છે જેમાં દર ગુરુવારે ખીચડીનો પ્રસાદ વિનામૂલ્ય આપવામાં આવે છે. અને ધર્મ પ્રેમી ભાઈઓ આરોગી ધન્યતા અનુભવે છે..

Exit mobile version