Site icon hindtv.in

સુરત: The JG Navratri 2026નું ભવ્ય ભૂમિપૂજન

સુરત: The JG Navratri 2026નું ભવ્ય ભૂમિપૂજન
Spread the love

સુરત: The JG Navratri 2026નું ભવ્ય ભૂમિપૂજન
7થી 10 હજાર લોકોની ક્ષમતાવાળા વિશાળ ડોમમાં નવરાત્રીનું આયોજન
રિયા ભટ્ટાચાર્ય સહિત જાણીતા કલાકારો ગરબાપ્રેમીઓને ઝૂમાવશે
ભવ્ય ડેકોરેશન, લાઇટિંગ, સાઉન્ડ, સુરક્ષા અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા

સુરત શહેરમાં આ વર્ષે યોજાનાર ભવ્ય The JG Navratri 2026ની તૈયારીઓનો પરંપરાગત વિધિ-વિધાન સાથે ભૂમિ પૂજન દ્વારા શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે ગરબાપ્રેમીઓ માટે આ વર્ષે ભવ્ય અને યાદગાર નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અંદાજે 7,000થી 10,000 લોકોની ક્ષમતા ધરાવતો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવશે.નવરાત્રીના નવ દિવસ દરમિયાન જાણીતા કલાકારો પોતાની સંગીતમય રજૂઆતો સાથે ગરબાપ્રેમીઓને ઝૂમાવશે. જેમાં બોલીવુડ સિંગર રિયા ભટ્ટાચાર્ય સહિત બેનલ બાબરિયા, મેહિર માલવી, કૃણાલ કૌશિક પટેલ અને કૃણાલ મહેતા જેવા કલાકારો સામેલ છે.આયોજનમાં ભવ્ય ડેકોરેશન, આકર્ષક લાઇટિંગ, ઉત્તમ સાઉન્ડ સિસ્ટમ, સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ અને સ્વચ્છતા સહિત પરિવાર સાથે નવરાત્રી માણી શકાય તેવી સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.આયોજક મંડળે જણાવ્યું હતું કે The JG Navratri 2026 દ્વારા સુરતવાસીઓને ભવ્યતા સાથે સુરક્ષિત અને યાદગાર નવરાત્રીનો અનુભવ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ભૂમિ પૂજન સાથે જ નવરાત્રીની તૈયારીઓનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. આગામી દિવસોમાં કાર્યક્રમના વિશેષ આકર્ષણો અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે. આ ભવ્ય આયોજનને લઈને સુરત શહેરમાં અત્યારથી જ નવરાત્રીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Exit mobile version