Site icon hindtv.in

કામરેજમાં પીએમ મોદીના જન્મદિવસે ભવ્ય આરતીનું આયોજન

કામરેજમાં પીએમ મોદીના જન્મદિવસે ભવ્ય આરતીનું આયોજન
Spread the love

કામરેજમાં પીએમ મોદીના જન્મદિવસે ભવ્ય આરતીનું આયોજન
સાઈ મિલન સોસાયટીમાં સ્થાનિક રહીશોએ કરી ઉજવણી
પુષ્પોથી તૈયાર કરાઈ પીએમ મોદીની આકૃતિ
દીવડાઓથી કરવામાં આવ્યો વિશેષ શણગાર

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કામરેજ ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

કામરેજની સાઈ મિલન સોસાયટી ખાતે સ્થાનિક રહીશો દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં પુષ્પોથી નરેન્દ્ર મોદીની આકૃતિ તૈયાર કરવામાં આવી હતી, જ્યારે દીવડાઓથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે કામરેજ ગામની સાઈ મિલન સોસાયટી ખાતે સ્થાનિક રહીશો દ્વારા ભવ્ય આરતીનું આયોજન કરાયું. આ પ્રસંગે પુષ્પોથી નરેન્દ્ર મોદીની આકૃતિ બનાવીને વિશેષ આકર્ષણ ઊભું કરવામાં આવ્યું હતું. સાથે જ મોટી સંખ્યામાં દીવડાઓ પ્રગટાવી સમગ્ર સ્થળને શણગારવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ કૌશલભાઈ પટેલ તેમજ કામરેજ પોલીસ ઈન્સ્પેક્ટર રામભાઈ ગોજીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો અને સ્થાનિક રહીશોએ ગણપતિ બાપાની આરતી ઉતારી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્થાનિક રહીશોમાં ઉત્સાહ, ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો…

Exit mobile version