Site icon hindtv.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ, રાજ્યપાલનો નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ, રાજ્યપાલનો નિર્ણય
Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ, રાજ્યપાલનો નિર્ણય
રાજ્યપાલ દેવવ્રતએ ઈંધણ બચાવવા હેલિકોપ્ટરનો ત્યાગ કરવાનો કર્યો નિર્ણય
આ આર્થિક દબાણના સંકેત છે અને સામાન્ય લોકો પર બોજ નાખવાનો પ્રયાસ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે ઈંધણ બચાવવા માટે પોતાના પ્રવાસમાં એસ.ટી. બસ અને ટ્રેનનો ઉપયોગ કરશે. પીએમ મોદીએ મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અને વૈશ્વિક ઉર્જા સંકટને પગલે દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અને વિદેશી હૂંડિયામણ બચાવવા અપીલ કરી છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ઊર્જા બચત અને જનતાને પ્રેરિત કરવાનો છે, જેથી દેશ પરનું આર્થિક દબાણ ઘટાડી શકાય. પીએમ મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા, એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવા, બિનજરૂરી વિદેશયાત્રા ટાળવા, ઘરેથી કામ કરવા અને ખેડૂતોને રાસાયણિક ખાતરનો ઉપયોગ 50 ટકા સુધી ઘટાડવાની અપીલ કરી હતી. જેને પગલે રાજ્યપાલ દેવવ્રતએ ઈંધણ બચાવવા હેલિકોપ્ટરનો ત્યાગ કરવાનો આવકાર દાયક નિર્ણય કર્યો છે

પેટ્રોલિયમ મંત્રાલયે પણ લોકોને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહન, કાર પૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા વિનંતી કરી છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ઇંધણ બચાવવા માટેના સરકારી પ્રયાસોના ભાગરૂપે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સરકાર આને મધ્યપૂર્વના સંકટ વચ્ચે સામાજિક જવાબદારી અને લૉંગ ટર્મ ઍનર્જી સિક્યૉરિટીની દિશામાં પગલું ગણાવે છે, પરંતુ ટીકાકારો કહે છે કે આ આર્થિક દબાણના સંકેત છે અને સામાન્ય લોકો પર બોજ નાખવાનો પ્રયાસ છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Exit mobile version