Site icon hindtv.in

જેતપરના આંદોલનકારી ખેડૂતોને સરકારનું આમંત્રણ

જેતપરના આંદોલનકારી ખેડૂતોને સરકારનું આમંત્રણ
Spread the love

જેતપરના આંદોલનકારી ખેડૂતોને સરકારનું આમંત્રણ
પ્રાંત અધિકારી અને તેમની ટીમે લીધી ઉપવાસ છાવણીની મુલાકાત
વળતર ન મળે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવા ખેડૂતો મક્કમ

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વળતર અને પાક નુકસાનીના પ્રશ્નોને લઈને ખેડૂતો હવે આંદોલનના માર્ગે આગળ વધી રહ્યા છે

મોરબી જિલ્લાના જેતપર ગામમાં જગતના તાત ખેડૂતોનું આંદોલન હવે વધુ તેજ બનતું જોવા મળી રહ્યું છે. ગામના ખેડૂતો પોતાના ખેતરોમાં પસાર થનારી વીજ લાઈનનો સતત વિરોધ કરી રહ્યા છે અને આ મુદ્દે તંત્ર સમક્ષ પોતાની માંગણીઓ પણ રજૂ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે વીજ લાઈનના કારણે ખેતીને નુકસાન થવાની શક્યતા છે તેમજ તેમની જમીનના ઉપયોગ પર પણ અસર પડી શકે છે. તેથી ખેડૂતો દ્વારા કાયદા મુજબ યોગ્ય વળતર અને પાક નુકસાનીના વળતરની માંગ ઉઠાવવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં વિવિધ માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન અને પાકને થનારા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવે તેમજ કાયદા મુજબ જે પણ વળતર મળવાપાત્ર હોય તે આપવામાં આવે. ખેડૂતોનું માનવું છે કે વિકાસના કામો સાથે ખેડૂતોના હિતોનું પણ રક્ષણ થવું જોઈએ.

જેતપર ગામના ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે એકજૂથ થઈને વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે તેમની જમીનમાંથી વીજ લાઈન પસાર કરવામાં આવે તે પહેલાં તેમની તમામ ચિંતાઓ અને પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં આવવો જોઈએ. આ સાથે તેઓને થતા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને વળતર પણ ચૂકવવું જોઈએ. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં ખાસ કરીને પાક નુકસાનીના વળતરની માંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે વીજ લાઈનના કામ દરમિયાન અથવા ત્યારબાદ જો ખેતીને કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગે લેવી જોઈએ….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version