માંડવી-અરેઠમાં પૂરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય ચૂકવાઈ
માંડવીને રૂપિયા 37.77 લાખ, અરેઠને રૂપિયા 19.96 લાખની મદદ
માંડવી અરેઠ તાલુકામાંપૂરગ્રસ્ત પરિવારોને સરકારશ્રી દ્વારા માંડવી તાલુકા ને 37.77 લાખ તેમજ અરેઠ તાલુકાને 19,96,440 ની સહાય ચુકવણી કરાય.
માંડવી તાલુકામાં ગત અઠવાડિયે પડેલા અતિભારે વરસાદે ભારે તારાજી સર્જી હતી.સતત વરસાદ અને ખાસ કરીને ગોડધા વિયર ડેમ ક્ષતિગ્રસ્ત થવાના કારણે આસપાસના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યાં હતાં. જળબંબાકારની આ ગંભીર સ્થિતિમાં અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી વ્યાપક નુકસાન થયું હતું. આ કપરી પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા માંડવી તાલુકાના 561 પરિવારોને 37.77 લાખ તેમજ અરેઠ તાલુકાના 322 પરિવારોને 19,96,400ની સહાયયુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાયપહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પરિવાર દીઠ 6200 ની ચુકવણી છે જેમાં અસરગ્રસ્તોના બેંક ખાતામાં ફાળવવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ અસર બોરી ગામમાં જોવા મળી હતી

