Site icon hindtv.in

સુરતમાં વેપારી પાસેથી કાપડનો માલ ખરીદી ગઠિયાએ ઠગાઈ આચરી

સુરતમાં વેપારી પાસેથી કાપડનો માલ ખરીદી ગઠિયાએ ઠગાઈ આચરી
Spread the love

સુરતમાં વેપારી પાસેથી કાપડનો માલ ખરીદી ગઠિયાએ ઠગાઈ આચરી
સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે ઠગોને ઝડપી પાડ્યા
દર્શન કાનાણી અને શૈલેષ કાનાણીની ધરપકડ

બેંગ્લોરી ફેબ્રીક્સનો કાપડનો માલ ખરીદી કરી રૂપિયા ન આપી ઠગાઈ આચરનાર ઠગોને સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યા હતાં.

સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખા એટલે કે ઈકો સેલની ટીમે સુરતના કાપડ વેપારી અલથાણ ખાતે રહેતા રાજેશ મોહનલાલ સુર્યા પાસેથી બેંગ્લોરી ફેબ્રીક્સનો કાપડનો માલ ખરીદી કરી તે માલના રૂપિયા વેપારી રાજેશ સુર્યાને ન આપી માલ બારોબાર વેંચી નાંખી રૂપિયા વાપરી નાંખનાર ઠગો દર્શન મગન કાનાણી અને શૈલેષ શંભુ કાનાણીને ઈકો સેલની ટીમે ઝડપી પાડ્યા હતાં. જ્યારે કાપડ દલાલ સાગર મનસુખ ઠુમર ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Exit mobile version