Site icon hindtv.in

સુરત શહેરના મનોરંજનપ્રેમીઓ માટે ખુશખબર

સુરત શહેરના મનોરંજનપ્રેમીઓ માટે ખુશખબર
Spread the love

સુરત શહેરના મનોરંજનપ્રેમીઓ માટે ખુશખબર
સિટી પ્લસ મલ્ટીપ્લેક્સનો હવે નવો અવતાર “બઝ વર્લ્ડ”
ગુજરાતની સૌથી મોટી ૧૨ લેનની બોલિંગ એલી તૈયાર

સુરત શહેરના મનોરંજનપ્રેમીઓ માટે ખુશખબર સામે આવી છે. ઉમરા રોડ સ્થિત સિટી પ્લસ મલ્ટીપ્લેક્સ હવે નવા અવતારમાં “બઝ વર્લ્ડ” તરીકે શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતની સૌથી મોટી બોલિંગ એલી સાથે ગેમ ઝોન, સ્પોર્ટ્સ એરિના, સિનેમા અને ફૂડ હબ જેવી આધુનિક સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ બનશે.

છેલ્લા ૨૩ વર્ષથી સુરતવાસીઓના મનોરંજનનું મુખ્ય કેન્દ્ર રહેલું સિટી પ્લસ હવે સંપૂર્ણ રી-ડેવલપમેન્ટ બાદ “બઝ વર્લ્ડ” તરીકે નવી ઓળખ મેળવવા જઈ રહ્યું છે. સંચાલકો આશિષ જૈન, આકાશ ગર્ગ અને મોહિત કેલીવાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં ગુજરાતની સૌથી મોટી ૧૨ લેનની બોલિંગ એલી તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં બે પ્રાઈવેટ VIP બોલિંગ લેનનો પણ સમાવેશ થાય છે.“બઝ વર્લ્ડ”માં લોકો માટે એક જ સ્થળે તમામ મનોરંજન સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જેમાં ગેમ ઝોન, બોલિંગ, લેસર ટેગ, સ્પોર્ટ્સ એરિના, સિનેમા અને ફૂડ કોર્ટ જેવી અનેક આકર્ષક સુવિધાઓનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટમાં ૧૮૦૦ લોકોની ક્ષમતા ધરાવતું વિશાળ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ બાળકો માટે ૨૫૦૦ સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તાર ધરાવતું સોફ્ટ પ્લે એરિયા, ક્લાઈમ્બિંગ વોલ, ક્રિકેટ નેટ અને સ્પોર્ટ્સ એરિનામાં પિકલ બોલ, પેડલ બોલ, વોલીબોલ તથા શોર્ટ ક્રિકેટ જેવી રમતોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે ૩૦ હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે, જ્યાં ૩ વર્ષના બાળકોથી લઈને ૮૦ વર્ષના વડીલો સુધી દરેક માટે મનોરંજનની અલગ-અલગ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ રહેશે. સાથે જ બર્થડે પાર્ટી, ઈવેન્ટ્સ અને અન્ય કાર્યક્રમો માટે બેન્ક્વેટ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.“બઝ વર્લ્ડ”ના લોન્ચ નિમિત્તે ૨૩ મેથી ૩૧ મે સુધી કાર્નિવલ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૩ મેના રોજ લાઈવ ડીજે સાથે ડાંડીયા નાઈટ અને ૨૪ મેના રોજ ભજન સંધ્યાનું આયોજન થશે. ઉપરાંત સમગ્ર કાર્નિવલ દરમિયાન મેજિક શો, ટેટૂ આર્ટિસ્ટ અને વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવશે. સુરતવાસીઓ માટે હવે મનોરંજનનો એક નવો અને મેગા ડેસ્ટિનેશન તૈયાર થઈ રહ્યું છે. “બઝ વર્લ્ડ” શહેરના એન્ટરટેઈનમેન્ટ સેક્ટરમાં નવી ઓળખ ઉભી કરશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Exit mobile version