Site icon hindtv.in

સુરતમાં ગોલ્ડ ટ્રેડીંગની લાલચ આપી ઠગાઈ

સુરતમાં ગોલ્ડ ટ્રેડીંગની લાલચ આપી ઠગાઈ
Spread the love

સુરતમાં ગોલ્ડ ટ્રેડીંગની લાલચ આપી ઠગાઈ
બેંક એકાઉન્ટમાં ઠગાઈના 1.72 લાખ ટ્રાન્સફર કર્યા
ઠગ ટોળકીના ઘનશ્યામ કનુ મોહનલાલ ઠક્કરને ઝડપ્યો

સુરતમાં ગોલ્ડ ટ્રેડીંગ કરવાથી સારો નફો થશે તેમ કહી લાખો રૂપિયા પડાવી ઠઘાઈ આચરનાર ઠગને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર વાઘેલાની સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર જૈનની ટીમ તપાસમાં હતી ત્યારે બાતમીના આધારે ગોલ્ડ ટ્રેડીંગ કરવાથી સારો નફો થશે તેમ કહી ફરિયાદી પાસેથી 25 લાખ 75 હજારથી વધુ રૂપિયા ઓનલાઈન પડાવી લઈ ઠગાઈ આચરનાર ઠગ ટોળકીના ઘનશ્યામ કનુ મોહનલાલ ઠક્કરને પંચમહાલના હાલોલ ખાતેથી ઝડપી પાડ્યો હતો. તો આરોપીએ પોતાના બેંક એકાઉન્ટમાં ઠગાઈના 1.72 લાખ ટ્રાન્સફર કર્યા હતાં. તો આરોપીએ યુપી ખાતે જઈ ઠગને પોતાનો એકાઉન્ટ 1.20 લાખમાં કમિશન પર આપ્યો હોવાની કબુલાત કરી હતી.

Exit mobile version