સુરતમાં ગાંજાના નશા માટે વપરાતા ગોગો પેપર
રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ પ્રતિબંધિત
કાપોદ્રા પોલીસે પ્રતિબંધિત વસ્તુઓની તપાસ હાથ ધરી
ગાંજાના નશા માટે વપરાતા ગોગો પેપરના વેચાણ પર ગુજરાત રાજ્યમાં હાલ પ્રતિબંધ મુકી દેવાયો છે. જેને લઈ કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી હતી.
યુવાનોમાં નશાની આદત રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થો હોવાથી પ્રતિબંધ મુકાયો છે. ગુજરાત રાજ્યના તમામ પાન પાર્લર, ચાની દુકાનો અને કરિયાણાની દુકાનોમાં આ વસ્તુઓ રાખી શકાશે નહીં. જેને લઈ સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા પાનના ગલ્લા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને અલગ અલગ પાનના ગલાઓમાં ગોગો પેપર સહિતની સામગ્રીના વેચાણ બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ દુકાનમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા કડક સૂચના પણ આપવામાં આવી હતી. અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023 મુજબ કાર્યવાહી થશે તેમ જણાવાયુ હતું.
