સુરતના વરાછા વિસ્તારમાં ગોગો પેપર
જગદીશ નગરમાં ગોગો પેપરની પોલીસ દ્વારા તપાસ કરાઈ
ડેરીમાંથી ગોગો પેપરનો જથ્થો કબ્જો કર્યો
સુરતના વરાછા વિસ્તારમાં ગોગો પેપરની પોલીસ દ્વારા તપાસ કરાઈ હતી. અને વરાછા જગદીશ નગરમાં આવેલી એક ડેરીમાંથી ગોગો પેપરનો જથ્થો કબ્જો કર્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા ગોગો પેપર પર પ્રતિબંધ મુકાયો હોય જેને લઈ સુરત પોલીસ દ્વારા હાલ નશાના કાળા કારોબાર કરનારાઓ સામે લાલ આંખ કરાઈ છે. તો સુરતની વરાછા પોલીસ દ્વારા પાનના ગલ્લાઓ પરથી છુપી રીતે ગોગો પેપર સહિત નશાનો વેપલો કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે વરાછા પોલીસ દ્વારા જગદીશ નગરમાં આવેલી જાનકી ડેરીમાં તપાસ હાથ ધરાઈ હતી. જાનકી ડેરીમાંથી ગોગો પેપરનુ વેચાણ થતુ હોવાની માહિતીના આધારે પોલીસે તપાસ કરતા ત્યાંથી 50 નંગ ગોગો પેપર મળી આવ્યા હતા જેથી પોલીસે ડેરીમાંથી પાન મસાલનુ વેચાણ કરનાર દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

