Site icon hindtv.in

ગોડાદરા પોલીસે લાખોના જુગાર સાથે જુગીઓ પકડ્યા

ગોડાદરા પોલીસે લાખોના જુગાર સાથે જુગીઓ પકડ્યા
Spread the love

ગોડાદરા પોલીસે લાખોના જુગાર સાથે જુગીઓ પકડ્યા
જુગારના અડ્ડા પર રેડ, 21 લોકોની ધરપકડ
19 મોબાઈલ અને 6 વાહન જપ્ત કરાયા.

સુરતમાં પ્રતિબંધ હોવા છતા જુગાર રમનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે ગોડાદરા પોલીસે લાખોના જુગાર સાથે જુગીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશનર જાડેજાના માર્ગદર્શન હેઠલ પીઆઈ વેકરીયાની ટીમ પીએસઆઈ રામાનંદીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો સંજય તથા અલ્પેશને મળએલી બાતમીના આધારે જુગાર રમતા 21 જુગારીઓ જેમાં અનિલ સાઠે, મહેન્દ્ર, વિજય, ઈશ્વર, નીતિન, હિરાલાલ, અનિલ, મનોજ, જીવન, પ્રવિણ, અઝરૂદ્દીન, હિતેષ, રઝાઉદ્દીન, બાબુલાલ, હેમંત, સર્વેશ, કંગરૂ, જયવંત, મોહસીન, રફીક અને વિશાલને ઝડપી પાડી પોલીસે આરોપીઓ પાસેથી દાવ પરના અને અંગઝડતીના રોકડા રૂપિયા, 19 મોબાઈલ ફોન, છ વાહનો મળી 7 લાખ 74 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Exit mobile version