સુરતમાં આગામી 28મીએ બકરી ઈદનુ તહેવાર
ભેસ્તાન પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટીંગનુ આયોજન ક
તમામ ધર્મના આગેવાનો સહિતનાઓ હાજર રહ્યા
સુરતમાં આગામી 28મીએ બકરી ઈદનુ તહેવાર આવી રહ્યુ હોય જેને લઈ સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટીંગનુ આયોજન કરાયુ હતું. જેમાં સ્થાનિક વિસ્તારના તમામ ધર્મના આગેવાનો સહિતનાઓ હાજર રહ્યા હતાં.
આગામી 28મીએ મુસ્લિમ બિરાદરોની બકરી ઈદનો તહેવાર આવી રહ્યો હોય તેને લઈ શાંતિપુર્ણ માહોલમાં તહેવાર સંપન્ન થાય તે માટે સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનુ આયોજન કરાયુ હતું. શાંતિ સમિતિની બેઠકમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા એફઓપી સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેઓને પોલીસ અધિકારીઓ દ્વારા સમજ અપાઈ હતી. આ બેઠકમાં 50 થી વધુ લોકો હાજર રહ્યા હતા જેઓને કાયદા વ્યવસ્થાની સુચના અપાઈ હતી.

