Site icon hindtv.in

એસજીસીસીઆઈ ખાતે 26થી 28 જૂન સુધી ગ્લોબલ ફેબ્રિક એક્સ્પો 2026

એસજીસીસીઆઈ ખાતે 26થી 28 જૂન સુધી ગ્લોબલ ફેબ્રિક એક્સ્પો 2026
Spread the love

એસજીસીસીઆઈ ખાતે 26થી 28 જૂન સુધી ગ્લોબલ ફેબ્રિક એક્સ્પો 2026
દેશભરના ઉત્પાદકો અને ખરીદદારો એક્સ્પોમાં લેશે ભાગ
સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આયોજન
ટેક્સટાઈલ ઉદ્યોગને મળશે વેપાર અને નેટવર્કિંગનું મંચ

સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા સરસાણા સ્થિત એસજીસીસીઆઈ ખાતે 26થી 28 જૂન દરમિયાન ગ્લોબલ ફેબ્રિક એક્સ્પો 2026નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરના ઉત્પાદકો અને ખરીદદારો ભાગ લેશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિક એક્સ્પો–2026 માં વિવિંગ, નિટિંગ, ટેક્નિકલ ટેક્સટાઇલ, ગાર્મેન્ટ અને સ્પેશિયલ ફેબ્રિક સેક્ટરના અદ્યતન ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. ત્રણ દિવસીય આ એક્સ્પોમાં દેશભરમાંથી 200થી વધુ એક્ઝિબિટર્સ અને 25 હજારથી વધુ બાયર્સ તથા વિઝિટર્સ હાજરી આપે તેવી અપેક્ષા છે. ચેમ્બરના હોદ્દેદારોના જણાવ્યા મુજબ, ગયા વર્ષે યોજાયેલા એક્સ્પોમાં 450 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ મળ્યો હતો, જ્યારે આ વર્ષે 500 કરોડ રૂપિયાથી વધુના વેપારની આશા વ્યક્ત કરવામાં આવી છે. એક્સ્પોમાં ડિજિટલ પ્રિન્ટ, એમ્બ્રોઇડરી, સસ્ટેનેબલ અને રિસાયકલ ફેબ્રિક સહિત ટેક્સટાઇલ ક્ષેત્રની નવીન ટેકનોલોજી અને પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શન ટેક્સટાઇલ ઉત્પાદકો, વેપારીઓ, બ્રાન્ડ્સ, ડિઝાઇનર્સ અને ઉદ્યોગસાહસિકો માટે નવા બજારો, ગ્રાહકો અને બિઝનેસ નેટવર્કિંગની તકો ઊભી કરશે. ઉદ્ઘાટન સમારોહ 26 જૂનના રોજ યોજાશે, જેમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Exit mobile version