Site icon hindtv.in

સુરતમાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે કિશોરીનુ મોત

સુરતમાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે કિશોરીનુ મોત
Spread the love

સુરતમાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે કિશોરીનુ મોત
પતંગ ચગાવતી વેળાએ ધાબા પરથી પટકાયેલા 14 વર્ષીય કિશોરી
બાળાના મોતને લઈ પરિવારજનો શોકમાં મગ્ન

સુરતમાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે સચીનમાં પતંગ ચગાવતી વેળાએ ધાબા પરથી પટકાયેલા 14 વર્ષીય કિશોરીનુ મોત નિપજ્યુ હતું.

સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કહી ખુશી કહી ગમ સાબિત થઈ હતી. સુરત શહેરના સચિનમાં પતંગ ચગાવતા ધાબા પરથી પટકાતા 14 વર્ષીય કિશોરીનું મોત નિપજ્યુ હતું. સચીનના જય રાધે સોસાયટીમાં મંટુ નામની બાળા ધાબા પરથી પતંગ ચગાવી રહી હતી તે સમયે અચાનક ધાબા પરથી પટકાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઈ હતી જો કે ટુંકી સારવાર બાદ બાળાનુ મોત નિપજ્યુ હતું. બનાવને લઈ પોલીસને જાણ થતા પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી. તો બાળાના મોતને લઈ પરિવારજનો શોકમાં મગ્ન થયા હતાં. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version