Site icon hindtv.in

સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં ખુલ્લી ગટરમાં પડી બાળકીનું મોત

સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં ખુલ્લી ગટરમાં પડી બાળકીનું મોત
Spread the love

સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં ખુલ્લી ગટરમાં પડી બાળકીનું મોત
રાધિકા મિલમાં 8થી 9 મહિનાની બાળકી સાથે દુર્ઘટના
ખુલ્લી ગટરમાં પડી માસૂમ બાળકીનો કરુણ અંત

સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં રાધિકા મિલમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી 8થી 9 મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે. જેને લઈ પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું.

સુરતના પાંડેસરા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી રાધિકા મિલમાં દુઃખદ ઘટના બની હતી. જેમાં 8થી 9 મહિનાની બાળકી ગૌરી ગોળ વિલાસનું ખુલ્લી ગટરમાં પડી જતા મોત થયું હતું. બાળકી મૂળ ઉત્તર પ્રદેશની હતી. તો બાળકી રમતી વખતે મિલમાં આવેલી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી. આ ઘટનામાં બાળકીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. બીજી તરફ, મિલમાં ખુલ્લી ગટર હોવાને કારણે આ દુર્ઘટના બની હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરાતા હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version