Site icon hindtv.in

ભર ઉનાળે રસ્તામાં ભૂવો

ભર ઉનાળે રસ્તામાં ભૂવો
Spread the love

ભર ઉનાળે રસ્તામાં ભૂવો
સુરતના પુણા વિસ્તારમાં મેન રોડ ઉપર મોટો ભૂવો પડ્યો,
અકસ્માત ન થાય તેના માટે બેરિકેડ ગોઠવાયા

સામાન્ય રીતે ચોમાસામાં ભૂવા પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે ભર ઉનાળે ભૂવો પડવાની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટી ભાગ-2ના મેન રોડ ઉપર ભૂવો પડ્યો હતો. કાર્યપાલક ઇજનેરે તાત્કાલિક રિપેરિંગનની કામગીરી હાથ ધરી બેરિકેડ મારી દીધા હતા.

સુરતના પુણા વિસ્તારમાં નંદનવન સોસાયટી વિભાગ 2ના ગેટ પાસે જ ભૂવો પડવાની ઘટના સામે આવી છે. ચોમાસા દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી હતી, પરંતુ ઉનાળાની અંદર પણ ભૂવો પડવાની ઘટના સામે આવતા વહીવટી તંત્ર કામે લાગ્યું છે. મેન હોલ પાસે લગભગ 8થી 10 ફૂટ જેટલો ખાડો પડી ગયો છે. વરાછા ઝોનની ટીમ ભૂવાના રીપેરીંગની કામગીરી કરવા માટે સ્થળ ઉપર પહોંચી છે. મોટી સંખ્યામાં અવરજવર કરતા વાહનચાલકો ભૂવાને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતાં કાર્યપાલક ઇજનેર કરણ ભાવસારે જણાવ્યું કે, નંદનવન સોસાયટી પાસે પીવાના પાણીની લાઈનમાં લીકેજ થયું હતું. જેના કારણે મોટા પ્રમાણમાં પાણી બહાર આવ્યું હતું અને મેન હોલની દીવાલ તૂટી ગઈ હતી. અમારી ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને મેન હોલની દીવાલ રીપેરીંગ કરવાનું કામ કરી હતી અને તાત્કાલિક ત્યાં રોડ પણ બનાવી દેવામાં આવશે.

Exit mobile version