Site icon hindtv.in

માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીની સાધારણ સભા

માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીની સાધારણ સભા
Spread the love

માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીની સાધારણ સભા
95 મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ નટુભાઈ ચૌધરીના અધ્યક્ષ અને યોજાય

માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીની 95 મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ નટુભાઈ ચૌધરીના અધ્યક્ષ અને યોજાય

આજરોજ માંડવી શિક્ષક ભવન ખાતે તા.૨૮ જૂનના રવિવારના રોજ ધી માંડવી તાલુકા શિક્ષક સહકારી ક્રેડિટ મંડળીની 95મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ નટુભાઈ જે ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ. પ્રથમ દિપ પ્રાગટ્ય કરી સાધારણ સભાને ખુલ્લી મુકી. ઉપપ્રમુખ જયંતિભાઈએ સૌને આવકાર્યા. મંડળીના મહામંત્રી નવિન ચૌધરીએ વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના મંડળીના એજન્ડા મુજબ કાર્યવાહી કરી મંડળીના લેખાજોખા રજૂ કર્યા. જે હાજર તમામ સભ્યોએ મંજુર કર્યા. પ્રમુખ નટુભાઈએ મંડળીના પ્રગતિ માટે ભૂતપૂર્વ સભાસદો તથા તમામ હોદ્દેદારોને યાદ કરી આભાર વ્યક્ત કર્યો. મંડળીને હજી વિશેષ ઉંચાઇ પર લઈ જવા માટે તથા સભાસદોને સમયસર ધિરાણ મળી રહે તે માટેનો ભવિષ્યનો ચિતાર ચિંતન રજૂ કર્યાં.

અરેઠ તાલુકો નવો બનતા અરેઠ તાલુકાના સભાસદો માટે અરેઠ ખાતે નવું ભવન બનાવવાની યોજના તૈયાર કરવાની જવાબદારી સોંપી. પ્રમુખના વિચાર અને નિર્ણયોને સૌ સભાસદોએ વધાવી લીધા. આજની સાધારણ સભામાં પૂર્વ પ્રમુ જશવંતભાઈ તથા પૂર્વ મંત્રી અશોકભાઈ વિશેષ હાજર રહ્યાં. સાથે માંડવી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી હેમંતભાઈ ચૌધરી અરેઠ તાલુકા સંધના પ્રમુખ શ્રી મરુવ્રતભાઈ ચૌધરી મહામંત્રીશ્રી કિર્તીપાલસિંહ ચૌહાણ, પ્રકાશભાઈ હાજરી આપી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કિર્તીપાલસિંહ તથા અનિલભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું..

Exit mobile version