Site icon hindtv.in

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
Spread the love

ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
પ્રમુખ અશોક લાધવાની અધ્યક્ષતામાં બેઠક મળી
ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ મુદ્દે ચર્ચા
પાયાની સુવિધાઓ મજબૂત કરવા મહત્વના નિર્ણયો લેવાયા
સામાન્ય સભામાં કુલ 7 મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા
જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવાએ આપી બેઠકની માહિતી

ભાવનગર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પ્રમુખ અશોક લાધવાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી, આ બેઠકમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ તેમજ પાયાની સુવિધાઓને મજબૂત કરવા માટે મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ અશોક લાધવાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં મુખ્ય 7 મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

જેમાં અગાઉની સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવા ઉપરાંત ગામડાંના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં વિકાસકામો અર્થે સ્ટેમ્પ ડ્યુટીની રૂ.2 કરોડ 35 લાખ અને 15મા નાણાપંચ યોજના હેઠળ રૂ.8 કરોડ 80 લાખ મળી કુલ 11 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી ગામડાઓમાં ગટર, ડસ્ટબિન, આરસીસી બ્લોક, નાળાં અને પીવાના પાણી જેવા પાયાના કામો હાથ ધરાશે. ‘શિવ’ કંપનીને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત ઔદ્યોગિક કર્મચારીઓના નાણાં ચૂકવાશે રોડના બાકી કામો અને બેદરકારીને ધ્યાને રાખીને પંચાયત દ્વારા ‘શિવ’ કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટેની દરખાસ્ત મોકલવામાં આવી છે. આ કંપનીના અંદાજે 10 જેટલા કામો બાકી છે અને જિલ્લા પંચાયતમાં તેની આશરે રૂ.10 કરોડ જેટલી ડિપોઝિટ જમા છે. એસ્ક્રો એકાઉન્ટમાંથી કર્મચારીઓને ચૂકવવાપાત્ર નાણાં ન મળવાની બાબતે પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે, સંબંધિત એજન્સીના ખાતામાં નાણાં જમા છે. જો એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે તો કર્મચારીઓને નાણાં મેળવવામાં મુશ્કેલી પડી શકે તેમ હોવાથી, પ્રથમ કર્મચારીઓના નાણાંની ચુકવણી કરાવવામાં આવશે અને ત્યારબાદ જ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા કરાશે. અધ્યક્ષ સ્થાનેથી મહત્ત્વના ઠરાવો પસાર સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી અન્ય મહત્ત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા, કામોની સ્થળ-સ્થિતિમાં ફેરફાર 2021 પછી સ્થળ-સ્થિતિના કારણે જે કામો થઈ શક્યા ન હોય તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવાની મંજૂરી અપાઈ, સ્ટેમ્પ ડ્યુટી અને સ્વભંડોળના બાકી રહેલા કામો પૂરા કરવા માટે સમયમર્યાદા લંબાવવામાં આવી., અનિવાર્ય સંજોગોવશાત બંધ કરવામાં આવેલા મેટલિંગના કામો હવેથી સ્ટેમ્પ ડ્યુટી, સ્વભંડોળ અને રેતી-રોયલ્ટીની ગ્રાન્ટમાંથી ફરીથી લઈ શકાશે તેવો મહત્ત્વનો ઠરાવ પસાર કરાયો હતો

Exit mobile version